Tesla ની ભારતમાં એન્ટ્રી, આ દમદાર કાર મોડલ સૌથી પહેલા થશે લોન્ચ!, PHOTOS

આખરે ઈલેક્ટ્રિક કાર બનાવનારી દુનિયાની દિગ્ગજ કંપની Tesla ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ. દુનિયાના બીજા નંબરના સૌથી અણીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk)ની કંપનીએ બેંગલુરુમાં ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ (Tesla India Motors and Energy Pvt Ltd) નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 
Tesla ની ભારતમાં એન્ટ્રી, આ દમદાર કાર મોડલ સૌથી પહેલા થશે લોન્ચ!, PHOTOS

Tesla In India: આખરે ઈલેક્ટ્રિક કાર બનાવનારી દુનિયાની દિગ્ગજ કંપની Tesla ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ. દુનિયાના બીજા નંબરના સૌથી અણીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk)ની કંપનીએ બેંગલુરુમાં ઈન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ (Tesla India Motors and Energy Pvt Ltd) નામથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે. 

Tesla બેંગલુરુમાં થઈ રજિસ્ટર્ડ
Tesla India એ પોતાની પહેલી ઓફિસ બેંગલુરુમાં 8 જાન્યુઆરીના રોજ RoCમાં રજિસ્ટર્ડ કરી છે. અહીંથી લક્ઝરી ઈલેક્ટ્રિક કારોનું તે મેન્યુફેક્ચરિંગ કરશે. કંપની બેંગલુરુમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સાથે પોતાનું કામ શરૂ કરશે. Tesla ના સીઈઓ એલન મસ્કે ગત વર્ષે ઓક્ટોબરમાં એક ટ્વીટમાં કહ્યું હતું કે તેમની કંપની 2021માં ભારતીય બજારમાં આવશે. તેમની આ ટ્વીટ એક સવાલના જવાબમાં હતી. 

Tesla registered in Bengaluru

Tesla India ના ત્રણ ડાયરેક્ટર પણ નિમાયા
વૈભવ તનેજા(Vaibhav Taneja), વેન્કટરંગમ શ્રીરામ(Venkatrangam sreeram) અને ડેવિડ જ્હોન ફેનિસ્ટન (David Jon Feinstein) ને ડાયરેક્ટર પદે નિયુક્ત કરાયા છે. વૈભવ તનેજા ટેસ્લામાં CFO છે, જ્યારે ફેનિસ્ટન ટેસ્લામાં ગ્લોબલ સીનિયર ડાયરેક્ટર, ટ્રેડ માર્કેટ એક્સેસ છે. કંપની ભારતમાં 3 મોડલ લોન્ચ કરી શકે છે. વર્ષના પહેલા ત્રિમાસિકના અંતમાં ડિલિવરી શરૂ થઈ શકે છે. 

3 directors appointed

કર્ણાટકના મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત
કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ ટેસ્લાનું સ્વાગત કર્યું છે. યેદિયુરપ્પાએ ટ્વીટ કરીને કહ્યું કે 'કર્ણાટક ગ્રીન મોબિલિટી તરફ ભારતની યાત્રાનું નેતૃત્વ કરશે. ઈલેક્ટ્રિક વ્હીકલ નિર્માતા ટેસ્લા જલદી બેંગલુરુમાં એક R&D યુનિટ સાથે ભારતમાં પોતાનું પરિચાલન શરૂ કરશે. હું એલન મસ્કનું ભારત અને કર્ણાટકમાં સ્વાગત કરું છું અને તેમને શુભકામના પાઠવું છું.'

Elon Musk had announced

ગડકરીએ પણ કહ્યું હતું-ટેસ્લા ભારત આવશે
આ અગાઉ કેન્દ્રીય રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ ડિસેમ્બરમાં કહ્યું હતું કે ટેસ્લા આગામી વર્ષ (2021)માં ભારતમાં પોતાની કારો માટે વિતરણ કેન્દ્ર ખોલશે. માગણીના આધારે કંપની અહીં પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ લગાવવા ઉપર પણ વિચાર કરશે. ભારતમાં આગામી પાંચ વર્ષમાં દુનિયાના સૌથી મોટા ઈલેક્ટ્રિક વાહન ઉત્પાદક બનવાની ક્ષમતા છે. 

gadkari also confirmed

ભારતમાં આ મોડલ થઈ શકે છે લોન્ચ
Tesla ભારતમાં કયું મોડલ બનાવશે તેના પરથી હજુ પડદો ઉઠ્યો નથી પરંતુ અનેક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે ટેસ્લા ભારતમાં પોતાના કેટલાક મોડલ લોન્ચ કરી શકે છે. જેમ કે Tesla Model 3 અને Tesla Model Y. આ બંને મોડલ ટેસ્લાના સૌથી વધુ વેચાતા મોડલ્સમાંથી એક છે. Tesla Model 3 એક એન્ટ્રી લેવલની કાર હશે, સિંગલ ચાર્જમાં આ કાર  402 કિલોમીટર દોડશે. 

Tesla may launch these models

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news